top of page

TCS under GST New Provision Applicable wef 1st October 2020

માલના વેચાણ ઉપર ૦૧/૧૦/૨૦૨૦ થી લાગુ પડતી ટીસીએસની નવી જોગવાઈ:



• *તમારું ફાઈનાન્સિયલ વર્ષ ૨૦૧૯-૨૦ નુ વાર્ષિક વેચાણ ૧૦ કરોડ થી વધારે હોય* _અને ચાલુ નાણાકીય વર્ષમાં_ કોઈ પણ પાર્ટીને તમે *૫૦ લાખથી વધુનું વેચાણ* કરેલ હોય તો તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પછી આવી પાર્ટી પાસેથી પેમેન્ટ મળે ત્યારે તમારે જે રૂપિયા મળે છે તેના ઉપર ૦.૧ % ટીસીએસ ઉમેરીને પેમેન્ટ લેવાનું છે.

અને આ ૦.૧ % લેખે જે રકમ મળે તે જે મહિનામાં પેમેન્ટ મળ્યું હોય તેના પછીના મહિનાની ૭ તારીખ પહેલા સરકારમાં જમા કરાવવાના રહેશે.


• જો પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે પાન નંબર ન હોય તો પેમેન્ટ મળે તે રકમના ૧ % લેખે ટીસીએસ લેવાનો રહેશે.


• એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના વ્યવહારો ઉપર ટીસીએસ લેવાનો નથી. [SEC. 206 (1H)]


• ટીસીએસ ૫૦ લાખથી ઉપરની રકમ ઉપર જ લેવાનો છે. એટલે કે કોઈની પાસેથી માલના વેચાણ પેટે આખા વર્ષમાં ૬૦ લાખ મળે તો ૫૦ લાખ બાદ કરીને ૧૦ લાખના ૦.૧ % લેવાનો છે અને ૫૦ લાખથી રકમ વધે પછી દર મહીને મળેલ રકમ ઉપર ટીસીએસ ભરવાનો રહેશે.


• .તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પહેલા વેચાણ કરેલું હોય (બીલ બનેલું હોય) અને તેનું પેમેન્ટ તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પછી મળે તો પણ તેના ઉપર ૧ % ટીસીએસ લેવાનો છે.


• ટીસીએસ ભરવાની જવાબદારી બીલ બને ત્યારે નથી પણ પેમેન્ટ મળે ત્યારે છે.


• આવા પેમેન્ટ ઉપર લોઅર (કે નીલ) ટીસીએસ સર્ટીફીકેટ લઇ શકાશે નહિ.


• કાયદાની અન્ય કોઈ કલમ હેઠળ પાર્ટીનો ટીડીએસ કાપવાનો થતો હોય અથવા ટીસીએસ કલેક્ટ કરવાનો થતો હોય તો આ જોગવાઈ લાગુ પડશે નહિ.


Digital Visiting Card

CA HARSHAD VAGHELA

+91 81401 86390

caharshadvaghela@gmail.com

Add: SF-206 Maruti Plaza, Above Vijay Sales, Sardar Chowk Road, Nr. Vijay Park BRTS N.H. 8, Krishna Nagar, Naroda, Ahmedabad, Gujarat-382345.

Subscribe our Newsletter for regular updates

Single Post: Blog_Single_Post_Widget
bottom of page