top of page

CASH TRANSACTION LIMITS-રોકડમાં લેવડ-દેવડ માટે સરકારે બનાવેલ નિયમ

રોકડમાં લેવડ-દેવડ માટે સરકારે બનાવેલ આઠ નિયમ

ઘરમાં કેટલી રોકડ રાખી શકાય?- ટેક્સ નિષ્ણાતો જણાવે છે કે, ઘરમાં રોકડ પૈસા રાખવાની કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. પરંતુ ઘરમાં રાખેલુ કેશનો સોર્સ બતાવવું જરૂરી હોય છે. જો કોઈ સોર્સ બતાવવામાં નિષ્ફળ રહો તો 137% સુધી પેનલ્ટી થઈ શકે છે.


(1) બેંકમાંથી રોકડ ઉપાડવા અને જમા કરાવવાના શું નિયમ છે- ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, બેંક ખાતામાંથી કેશ ઉપાડવા પર હાલમાં કોઈ જ ટેક્સ નથી. 5 જુલાઈ 2019માં રજૂ થયેલ બજેટમાં કેશ ઉપાડવા પર ટેક્સને લઈને જાહેરાત કરી હતી. 1 કરોડ રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર 2 ટકા TDS કપાશે.


(2) -બેંકમાં કેશ જમાં કરવાની કોઈ મર્યાદા નથી. નિયમ ડિપોજિટ રકમની જાણકારી આપવી પડે છે. સેવિંગ એકાઉન્ટને લઈને કેટલાક નિયમ નક્કી કરવામાં આવ્યા છે. એક વખતમાં 2 લાખ રૂપિયથી વધુ જમા કરી શકાશે.

-પરંતુ સેવિંગ એકાઉન્ટમાં 50,000 રૂપિયાથી વધૂ કેશ જમા કરી રહ્યા છો તો એવામાં તમારે પાન કાર્ડ નંબર આપવું જરૂરી છે. કેશમાં પે-ઓર્ડર કે, ડિમાન્ડ ડ્રાફ્ટ પણ બનાવી રહ્યા હોવ તો પે ઓર્ડર-DDના મામલામાં પણ પેનકાર્ડ નંબર આપવુ પડશે.


-એક વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમ જમા કરવામાં આવે તો એવામાં નામ એનએલ ઈન્ફોર્મેશન રિપોર્ટમાં દાખલ કરવામાં આવશે, સેવિંગ એકાઉન્ટની સાથે ચાલુ ખાતામાં આ મર્યાદા 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.


(3) જો પ્રોપર્ટી વેચવા પર કેશ મળે તો-ટેક્સ એક્સપર્ટ્સ કહે છે કે, પ્રોપર્ટી વહેચવા પર કેસની સીમા નક્કી છે. હવે તમે 20,000 રૂપિયા કેશ લેવડ-દેવડ કરી શકો છો. હવે 20,000 રૂપિયાથી વધુ કેશ લેવા પર 100 ટકા પેનલ્ટી લાગે છે.


(4) કેશમાં પેમેન્ટ કરવાનો શું નિયમ છે?- કેશમાં પેમેન્ટની મર્યાદા પણ પહેલેથી જ નક્કી કરવામાં આવી છે. તમારા અંગત ખર્ચ અને વ્યવસાયિક ખર્ચાઓ માટે અલગ-અલગ નિયમ છે. અંગત ખર્ચ માટે 2 લાખ રૂપિયા સુધી કેશમાં પેમેન્ટ કરી શકો છો, જ્યારે બિઝનેસ માટે માત્ર દસ હજાર રૂપિયા રોકડ પેમેન્ટની મર્યાદા રાખવામાં આવી છે.


(5) લગ્નમાં રોકડ ખર્ચ કરવા માટેના નિયમ શું છે- ટેક્સ એક્સપર્ટેના જણાવ્યા અનુસાર, લગ્નમાં કેશ ખર્ચ કરવા પર કોઈ મર્યાદા નથી. પરંતુ રોકડના ઉપયોગને લઈને નિયમ બનાવવામાં આવેલા છે.

#2 લાખ રૂપિયાથી વધુ એક વ્યક્તિ ખરીદી કરે છે તો એવામાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે તમારૂ નામ જશે. # તેવામા જરૂરત પડવા પર વિભાગ સોર્સ પૂછપરછ કરી શકે છે. જો તમે સાચા જવાબ નહીં આપી શકો તો 78% ટેક્સ અને વ્યાજ લાગશે.


(6) ગિફ્ટમાં કેશ આપવાનો નિયમ શું છે?- કેશમાં ગિફ્ટ તમને એક સીમા સુધી આપી શકો છો. 2 લાખ રૂપિયાથી ઓછી કેશ તમે ગિફ્ટમાં આપી શકો છો. જો 2 લાખ રૂપિયાથી વધુ રોકડ ગિફ્ટ આપી તો તેના પર 100% પેનલ્ટી લાગશે. #2 લાખ રૂપિયાની છૂટ પણ માત્ર સંબંધીઓ માટે છે. સંબંધીઓની ઉપરાંત અન્ય કોઈને રોકડ ગિફ્ટમાં આપો છો તો 50,000 રૂપિયાથી વધુ ગિફ્ટ આપી શકશો નહીં. તેવામાં 50,000 રૂપિયાથી વધુ ટેક્સ ભરવો પડી શકે છે.


(7) રોકડમાં લોન લેવડ-દેવડના નિયમો શું છે – જો કોઈ તમને લોનની રકમ બેંક એકાઉન્ટમાં મોકલે તો આ સીમા 20 હજાર રૂપિયા છે. જ્યારે 20,000 રૂપિયાથી વધુ કેશ લોન લીધી તો 100 ટકા પેનલ્ટી ભરવી પડી શકે છે.


(8) કેશમાં દાન આપવાના નિયમ શું છે- કેશમાં ડોનેશન આપી રહ્યાં હોવ તો 2000 રૂપિયા સુધી આપો. 2000 રૂપિયાથી વધુ કેશ દાનમાં આપશો તો 80Gમાં છૂટ મળશે નહીં. ઈન્કમ ટેક્સમાં 80G હેઠળ ડોનેશન પર છૂટ મળે છે.

દેશના 73મા સ્વંતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લાલ કિલ્લાએ તિરંગો ફરકાવ્યા બાદ દેશવાસીઓને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાને લઈને સલાહ આપી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં બને ત્યાર સુધીમાં ડિજિટલ પેમેન્ટ કરવાની ભલામણ કરી હતી.


લાલ કિલ્લામાં સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે ડિજિટલ પેમેન્ટનું આગ્રહ રાખવું જોઈએ. હું વ્યાપારીઓને કહીશ કે તમે બોર્ડ લગાવો છો -આજે રોકડા, કાલે ઉધાર. હુ ઈચ્છુ શું કે, હવે બોર્ડ લગાવો ‘ડિજિટલ પેમેન્ટને હા. રોકડને ના’,


પીએમે કહ્યું કે, દેશમાં રોકડમાં ખરીદી કરવાની એક સમયસીમા નક્કી કરવામાં આવેલી છે. સરકારે તેના માટે પણ નિયમ બનાવ્યા છે અને જો તેને નજરઅંદાજ કરવામાં આવશે તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે.

Subscribe our Newsletter for regular updates

CA HARSHAD VAGHELA

+91 81401 86390

caharshadvaghela@gmail.com

H J VAGHELA & Co, Chartered Accountants

Add: SF-206 Maruti Plaza, Above Vijay Sales, Sardar Chowk Road, Nr. Vijay Park BRTS N.H. 8, Krishna Nagar, Naroda, Ahmedabad, Gujarat-382345.

Single Post: Blog_Single_Post_Widget
bottom of page